Type Here to Get Search Results !

સમરો બાર બીજના પતિ (Samaro Bar Bijana Pati)

Samaro Bar Bijana Pati

 સમરો બાર બીજના પતિ (Samaro Bar Bijana Pati)

Samaro Bar Bijana Pati Bhajan in Gujarati

સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,એની અદ્ભુત છે રે ગતિ… સમરો બાર બીજના પતિ… (૩)

એ… લીલા ઘોડે પીર રામદેવ બેઠા ધરમની ધજા ફરકતી…ગત ગંગા આરાધે પીરને…(૨) મળી જતીને સતી….સમરો બાર બીજના પતિ… (૩)

એ… નવ રે ખંડમાં નોબત વાગે અખંડ જ્યોતિ જરકતી…સોનાની ચાખડીને ભમરીયો ભાલો શોભે તાજયતિ…સમરો બાર બીજના પતિ… (૩)

એ… અનેક ભક્તોના દુઃખડા ટાળ્યા, ટાળી છે વીપતી…મુવા ભાણેજ સજીવન કર્યો હરખે બેની હરખતી…સમરો બાર બીજના પતિ… (૩)

એ… મોટા મોટા શીશ નમાવે, ભાવે દુનિયા ભજતી…પરગટ પીરના પરગટ પરચા ઠેરઠેર સ્થાપના થતી…સમરો બાર બીજના પતિ… (૩)

એ… નરનારી મળી ઉતારે આરતી મુર્તિ સુંદર શોભતિ…દાસ કાશી ગુરૂ પ્રતાપે ચાહું શરણાગતિ…સમરો બાર બીજના પતિ… (૩)

સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,એની અદ્ભુત છે રે ગતિ… સમરો બાર બીજના પતિ… (૩)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies