Type Here to Get Search Results !

આ અલખધણીના અવતારી (Alakhdhanina Avatari)

Alakhdhanina Avatari

આ અલખધણીના અવતારી (Alakhdhanina Avatari)

Alakhdhanina Avatari in Gujarati Bhajan (Alakhdhanina Avatari)

આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…આ દ્વારકાધીશના અંશકારી… રામદેવપીર જય રામદેવપીર…આ નકલંક છે નેજાધારી… રામદેવપીર જય રામદેવપીર…આ દિવ્ય વિભુતી અમત્કારી… રામદેવપીર જય રામદેવપીર…આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર… ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલોશ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ આવ્યા પોકરણગઢ નગરી… રામદેવપીર જય રામદેવપીર…આ પ્રગટ્યા કંકુ પગલા કરી… રામદેવપીર જય રામદેવપીર…આ પારણિયે પોઢ્યા હરી… રામદેવપીર જય રામદેવપીર…આ પ્રભુ પધારિયા કૃપા કરી… રામદેવપીર જય રામદેવપીર…આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલોશ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ કનક આભુષણધારી… રામદેવપીર જય રામદેવપીર…આ મખમલના જામધારી… રામદેવપીર જય રામદેવપીર…આ શસ્ત્ર ખડગ ભાલાધારી… રામદેવપીર જય રામદેવપીર…આ શત્રુ કાજ પ્રલયકારી… રામદેવપીર જય રામદેવપીર…આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલોશ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ અજુકત અતુલ બળધારી… રામદેવપીર જય રામદેવપીર…આ દેવશ્રી અસિમદયા ધારી… રામદેવપીર જય રામદેવપીર…આ સૃષ્ટિ તણા કલ્યાણકારી… રામદેવપીર જય રામદેવપીર…આ પરદુઃખે પરોપકારી… રામદેવપીર જય રામદેવપીર…આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલોશ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ દૃષ્ટોના દમનકારી… રામદેવપીર જય રામદેવપીર…આ દિન તણા રક્ષણકારી… રામદેવપીર જય રામદેવપીર…આ ભક્તોના તારનહારી… રામદેવપીર જય રામદેવપીર…આ જનજનના પાલનકારી… રામદેવપીર જય રામદેવપીર…આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલોશ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies